2 Kings 10:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યેહૂએ તેઓને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, "જો તમે મારા પક્ષના હો, મારું સાંભળવા તૈયાર હો, તો આવતી કાલે આ સમયે તે માણસોના એટલે તમારા માલિકના દીકરાઓનાં માથાં લઈને યિઝ્રએલમાં મારી પાસે આવજો." એ સિત્તેર રાજકુમારો નગરના મુખ્ય માણસોની દેખરેખ નીચે હતા, તેઓ રાજકુમારોની સુખાકારી માટે જવાબદાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો: “તમે મારા પક્ષમાં હો અને મારું માનવા તૈયાર હો તો કાલે આ સમય સુધીમાં આહાબના રાજવંશજોનાં માથાં મારી પાસે યિઝએલ લઈ આવો.” આહાબ રાજાના સિત્તેર વંશજો સમરૂનના અગ્રગણ્ય નાગરિકોના હવાલામાં હતા અને તેઓ તેમનો ઉછેર કરી રહ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો, “જો તમે મારા પક્ષના હો, ને મારું સાંભળવા ઇચ્છતા હો, તો તે માણસોનાં, એટલે તમારા ધણીના દીકરાઓનાં, માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે યિઝ્એલ આવજો.” તે સિત્તેર રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.” રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં.