2 Kings 11:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે જોયું તો, જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશિંગડાં વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાનાં વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, "રાજદ્રોહ! રાજદ્રોહ!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રણાલિકા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વારે સ્તંભ પાસે તેણે નવા રાજાને ઊભેલો જોયો. અધિકારીઓ અને રણશિંગા ફૂંકનારા રાજાની ચારે બાજુ ઊભા હતા અને લોકો હર્ષના પોકાર કરતા હતા અને રણશિંગાં વગાડતા હતા. અથાલ્યાએ દુ:ખમાં પોતાનાં વસ્ત્ર ફાડી મોટે અવાજે બોલી ઊઠી, “દગો! દગો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે જોયું તો, જુઓ રિવાજ પ્રમાણે રાજા બાજઠ પર ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડા [વગાડનારા] રાજાની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સવ કરતા હતા, ને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાના વસ્ત્ર ફાડીને બૂમ પાડી, “વિદ્રોહ! વિદ્રોહ!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”