2 Kings 11:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજક યહોયાદાએ સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને કહ્યું, "તેને બહાર કાઢો. અને સિપાઈઓની હરોળોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તલવારથી મારી નાખો." કેમ કે યાજકે કહ્યું, "તેને યહોવાહના ઘરમાં મારી નાખવી નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોયાદા અથાલ્યાને પ્રભુના મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો, તેથી તેણે શતાધિપતિઓને હુકમ કર્યો, “તેને સંરક્ષકોની બે હારમાં થઈને બહાર લઈ જાઓ, અને જે કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરે તેને મારી નાખો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોયાદા યાજકે સૈન્યના ઉપરી શતાધિપતિઓને આજ્ઞા કરીને તેમને કહ્યું, “તેને બહાર કાઢીને સિપાઈઓની હારોની વચ્ચે લાવો. જે કોઈ તેની પાછળ આવે તેને તરવારથી મારી નાખો.” કેમ કે યાજકે કહ્યું, “તેને યહોવાના મંદિરમાં મારી નાખવી નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”