2 Kings 11:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિશ્રામવારે બહાર જનાર તમારા બધાની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાહના સભાસ્થાનની ચોકી કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાબ્બાથના દિવસે ફરજ પરથી મુક્ત થતી બે ટુકડીઓએ રાજાનું રક્ષણ કરવા પ્રભુના મંદિરમાં ચોકી પહેરો ભરવાનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાબ્બાથે બહાર જનાર તમ સર્વની બે ટુકડીઓ રાજાની આસપાસ યહોવાના મંદિરની ચોકી કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે.