2 Kings 12:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓને માલૂમ પડ્યું કે, પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે, ત્યારે એમ થયું કે, રાજાના ચિટનીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમાં મૂકેલાં નાણાંથી પેટી જયારે ભરાઈ જતી ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક એ નાણાં ગણીને થેલીઓમાં મૂકતાં હતાં.