2 Kings 12:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાંથી એકપણ પૈસો ચાંદીના પ્યાલા, કટોરા, રણશિંગડાં, દીવા સમારવાનાં સાધનો અથવા સોનાચાંદીનાં કોઈ પાત્ર પાછળ વાપરતા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાના મંદિરમાં લવાયેલા પૈસાથી યહોવાના મંદિરને માટે રૂપાના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં, સોનાનાં કોઈ પાત્રો કે રૂપાનાં પાત્રો બનાવવામાં આવ્યાં ન હતાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ નાણાં યાજકો યહોવાના મંદિર માટે વાપરતા હતાં પણ ચાંદીનાં પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઇપણ જાતના સોના-ચાંદીના વાસણો આ પૈસામાંથી નહોતા લેતાં.