2 Kings 12:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોઆશે યાજકોને કહ્યું, "અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત, તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે બધા પૈસા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ.