2 Kings 13:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિશાએ કહ્યું, "પૂર્વ તરફની બારી ઉઘાડ." તેથી તેણે તે બારી ઉઘાડી. પછી એલિશાએ કહ્યું, "તીર ચલાવ!", તેણે તીર છોડ્યું. એલિશાએ કહ્યું, "આ યહોવાહના વિજયનું તીર, અરામ પરના વિજયનું તીર હતું. કેમ કે તું અરામીઓને અફેકમાં મારીને તેમનો નાશ કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સંદેશવાહકે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી રાજાએ અરામ તરફની બારી ઉઘાડી. એલિશાએ કહ્યું, “બાણ માર” રાજાએ બાણ માર્યું કે સંદેશવાહક બોલી ઊઠયો, “એ તો જે વડે તું અરામ પર વિજય મેળવશે તે પ્રભુનું બાણ છે. તું અરામીઓ સાથે એફેકમાં લડીને તેમને હરાવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉધાડ;” એટલે એણે તે ઉધાડી. પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે બાણ છોડ્યું. એલિશાએ કહ્યું, “આ યહોવાનું જયનું બાણ. તું અફેકમાં અરામીઓને મારીને તેમનો નાશ કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પૂર્વ તરફની બારી ઉઘાડી નાખ.” અને યોઆશે તેમ કર્યુ, પછી એલિશાએ કહ્યું, “બાણ છોડ.” અને તેણે છોડયું, એટલે એલિશા બોલ્યો, “એ અરામ પરના યહોવાના વિજયનું બાણ હતું. તું અરામને એફક પાસે પૂરેપૂરી હાર આપીશ!”