2 Kings 13:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઈશ્વરભક્તે ગુસ્સે થઈને કહ્યું, "તારે જમીન પર પાંચ થી છ વાર તીર મારવાં જોઈએ. જો તેં એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેઓ પર તું હુમલો કરત, પણ હવે તું અરામ પર ફક્ત ત્રણ જ વાર હુમલો કરી શકશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ઈશ્વરભક્ત એલિશા ગુસ્સે થઈ ગયો અને તેણે રાજાને કહ્યું, “તારે પાંચથી છ વખત બાણો મારવાં જોઈતાં હતાં. કારણ, ત્યારે તો તેં અરામીઓ પર પૂરો વિજય મેળવ્યો હોત; પણ તું હવે તેમને માત્ર ત્રણ વાર હરાવી શકીશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈશ્વરભક્તે તેના પર ગુસ્સે થઈને કહ્યું, “તારે પાંચ કે છ વખત બાણ મારવાં જોઈતાં હતાં. એમ કર્યું હોત તો તું તેમને હરાવીને તેમનો નાશ કરત, પણ હવે તો તું ત્રણ જ વાર અરામને હરાવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી દેવના માણસ એલિશા તેના પર ગુસ્સે થયા અને રાજાને કહ્યું, “તારે જમીનમાં પાંચ કે છ બાણ મારવા જોઈતા હતાં. જો એમ કર્યું હોત તો અરામીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય ત્યાં સુધી તેં તેઓને પરાજય આપ્યો હોત, હવે તું અરામને ફકત ત્રણ જ વાર હરાવી શકીશ.”