2 Kings 13:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યહોવાહે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને લીધે તેઓના પર દયા રાખી, કૃપા કરી અને તેઓની કાળજી રાખી. માટે યહોવાહે તેઓનો નાશ કર્યો નહિ અને પોતાની હજૂરમાંથી દૂર કર્યાં નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાએ ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરી, તેઓ પર દયા રાખી, ને તેઓનો પક્ષ કર્યો, ને તેઓનો નાશ કરવાનું ચાહ્યુ નહિ, તેમ જ તેમણે તેમને હજી સુધી પોતાની હજૂરમાંથી દૂર કર્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ યહોવાએ કૃપા કરીને તેમની દયા ખાધી. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારને કારણે તેની તેમના પ્રત્યે કૃપાદૃષ્ટિ હતી અને તેમનો નાશ કરવાની તેની ઇચ્છા નહોતી, તેમ અત્યાર સુધી તેણે તેમને પોતાની નજરથી દૂર પણ કર્યા નથી.