2 Kings 13:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે નગરો હઝાએલના દીકરા બેનહદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહોઆહાઝ પાસેથી જીતી લીધાં હતા. તે યોઆશે તેના હાથમાંથી પાછાં જીતી લીધાં. ઇઝરાયલનાં એ નગરો પાછાં જીતી લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઇઝરાયલના રાજા યહોઆશે બેનહદાદને ત્રણ વાર હરાવ્યો અને યહોઆશના પિતા યહોઆહાઝના સમયમાં બેનહદાદે લઈ લીધેલાં નગરો પાછાં કબજે કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે નગરો હઝાએલના દીકરા બેન-હદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહિઆહાઝના હાથમાંથી લઈ લીધાં હતાં, તે યોઆશે તેના હાથમાંથી પાછા લઈ લીધાં. ઇઝરાયલનાં એ નગરો પાછાં લઈ લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી યોઆશે તેમને ત્રણ વખત પરાજય આપ્યો, અને જે શહેરો હઝાએલના પિતા બેનહદાદે તેના પિતા યહોઆહાઝ પાસેથી લઇ લીધાં હતાં તે પાછાં કબજે કર્યાં.