2 Kings 13:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરામીઓએ યહોઆહાઝ પાસે પચાસ ઘોડેસવાર, દસ રથો તથા દસ હજાર સૈનિકો સિવાય બીજું કંઈ રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેઓનો નાશ કરીને ખળીના ભૂસા જેવા કરી નાખ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહોઆહાઝના સૈન્યમાં માત્ર પચાસ ઘોડેસ્વાર, દસ રથો, અને દસ હજાર પાયદળ બાકી રહ્યાં હતાં; કારણ, અરામના રાજાએ બાકીનાં દળોને ખળાની ધૂળની જેમ રગદોળી નાખી તેમનો કચ્ચરઘાણ વાળ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પચાસ સવારો, દશ રથો તથા દશ હજાર પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખળીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોઆહાઝ પાસે કોઇ સૈન્ય નહોતું સિવાય કે 50 ઘોડેસવાર, 10 રથ અને 10,000 સૈનિકો કારણ કે અરામના રાજાએ તેના બાકીના સૈન્યનો નાશ કરી નાખ્યો હતો.