2 Kings 14:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજા યોઆશે, અહાઝયાહના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડ્યો. તે યરુશાલેમ આવ્યો અને એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો લાંબો યરુશાલેમનો કોટ તોડી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના રાજા યહોઆશે યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના પુત્ર અમાસ્યાને કેદ પકડયો. યરુશાલેમ તરફ આગળ વધીને તેણે એફ્રાઇમના દરવાજાથી છેક ખૂણાના દરવાજા સુધી લગભગ બસો મીટર જેટલો નગરકોટ તોડી પાડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલનો રાજા યોઆશ બેથ-શેમેશમાં અહાઝ્યાના દીકરા યોઆશના દીકરા યહૂદિયાના રાજા અમાસ્યાને પકડીને યરુશાલેમમાં લાવ્યો. અને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તેણે તોડી પાડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાં તેણે એફ્રાઈમ દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધીનો 400 હાથની યરૂશાલેમની ભીત તોડી પાડી.