2 Kings 14:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના ઈશ્વર યહોવાહ પોતાના સેવક ગાથ-હેફેરના અમિત્તાયના દીકરા પ્રબોધક યૂના મારફતે જે વચનો બોલ્યા હતા, તે પ્રમાણે યરોબામે હમાથના ઘાટથી તે અરાબાના સમુદ્ર સુધી ઇઝરાયલની સરહદ પાછી મેળવી લીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના સેવક એટલે ગાથહેફેરના અમિત્તાઈના પુત્ર યોના સંદેશવાહક દ્વારા ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબામ બીજાએ ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં મૃત સમુદ્ર સુધીનો ઇઝરાયલનો બધો પ્રદેશ જીતી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલના ઈશ્વર યહોવા પોતાના સેવક ગાથ-હેફેરના અમિત્તાયના દીકરા યૂના પ્રબોધક મારફતે જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે તેણે ઇઝરાયલની સીમા હમાથના નાકાથી તે અરાબાના સમુદ્ર સુધી પાછી કબજે કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના દેવ યહોવાએ પોતાના સેવક ગાથ-હેફેરના પ્રબોધક આમિત્તાયના પુત્ર યૂના મારફતે ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબઆમે હમાથના ઘાટથી તે મૃતસરોવર સુધીની ઇસ્રાએલની સરહદ પાછી મેળવી લીધી,