2 Kings 14:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે યહોવાહે કહ્યું કે તે ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે નહિ; પણ તેમણે યોઆશના દીકરા યરોબામના દ્વારા તેઓને બચાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પ્રભુનો ઇરાદો ઇઝરાયલનું આકાશ તળેથી નામનિશાન ભૂંસાઈ જાય એ રીતે તેમનું નિકંદન કાઢી નાખવાનો નહોતો. તેમણે તેમને રાજા યરોબામ બીજાના હાથે બચાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઇઝરાયલનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખવાની ઈશ્વરની ઈચ્છા નહોતી, એટલે યહોવાએ તેઓને યોઆશના દીકરા યરોબામ મારફતે બચાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ યહોવાએ ઇસ્રાએલના નામને ધરતીના પડ પરથી ભૂંસી ન નાખવાનો નિશ્ચય કર્યો હતો, આથી તેમણે યોઆશના પુત્ર યરોબઆમ મારફત તેમણે તેઓને વિજય અપાવ્યા.