2 Kings 14:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમાસ્યાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેનાં કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતાં. તેણે તેના પિતા યોઆશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. છતાં તે પોતાના પૂર્વજ દાવિદ રાજા જેવો નહોતો; એને બદલે, તે તેના પિતા યોઆશની જેમ વર્ત્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યુ, તોપણ તેના પિતૃ દાઉદની જેમ નહિ; તેણે તેના પિતા યોઆશનાં સઘળાં કૃત્ય પ્રમાણે કર્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમાસ્યાએ યહોવાની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે છેક પિતૃ દાઉદના જેવું તો નહિ જ, તે બધી બાબતમાં પોતાના પિતા યોઆશને પગલે ચાલ્યો.