2 Kings 14:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે વળતો સંદેશાવાહક મોકલીને કહાવ્યું, "લબાનોનના એક કાંટાળા છોડવાએ લબાનોનના એરેજવૃક્ષને પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, "મારા દીકરા સાથે તારી દીકરીને પરણાવ,' પણ એટલામાં લબાનોનનું એક જંગલી પશુ ત્યાં થઈને પ્રસાર હતું તેણે તે કાંટાળા છોડવાને કચડી નાખ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઇઝરાયલના રાજા યહોઆશ રાજાએ આવો જવાબ વાળ્યો: “એકવાર લબાનોન પર્વત પરના એક ઝાંખરાએ ગંધતરુ પર સંદેશો મોકલ્યો: ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કરાવ.’ એવામાં ત્યાં થઈને જંગલી પ્રાણી પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને ચગદી નાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યા પાસે માણસો મોકલીને કહાવ્યું, “લબાનોન પરના ઉટકંટાએ લબાનોન પરના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલીને કહાવ્યું કે, ‘તારી દીકરીને મારા દીકરા સાથે પરણાવ.’ એવામાં લબાનોનૂં એક જંગલી જનાવર ત્યાં થઈને જતું હતું, તેણે તે ઉટકંટાને ખૂંદી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.