2 Kings 15:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. તેણે નબાટના દીકરા યરોબામનાં પાપો કે જે વડે તેણે ઇઝરાયલ પાસે દુરાચાર કરાવ્યો. તે બધું તેણે પોતાના જીવન પર્યંત ચાલુ રાખ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પ્રભુની નજરમાં ઘૃણાજનક એવું આચરણ કર્યું. તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપોમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનો પોતાના જીવનપર્યંત ત્યાગ કર્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે પોતાના સર્વ દિવસો પર્યંત દૂર રહ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યું. તેણે નબાટના પુત્ર યરોબઆમે શરું કરેલા પાપકર્મો કરવાનાં ચાલુ રાખ્યાં. તેણે તે છોડ્યા નહિ.