2 Kings 15:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશૂરના રાજા પૂલે દેશ પર આક્રમણ કર્યુ. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયલનું રાજ મજબૂત કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત ચાંદી આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશૂરના રાજા પૂલે દેશ પર ચઢાઈ કરી. મનાહેમે પોતાનાં હાથમાં રાજ સ્થિર કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત રૂપું આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલો ચાંદી આપી.