2 Kings 15:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાહેમે આશૂરના રાજા પૂલને ચાંદી આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનવાન માણસ પાસેથી પચાસ શેકેલ ચાંદી જબરદસ્તીથી પડાવી. તેથી આશૂરનો રાજા ત્યાંથી પાછો ફર્યો અને તે દેશમાં રહ્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મનાહેમે આ ભેટ આપવા માટે ઇઝરાયલના સર્વ ધનિકો પાસેથી બળજબરીપૂર્વક વ્યક્તિદીઠ ચાંદીના પચાસ સિક્કાનો કર લીધો હતો. આમ, તિગ્લાથ પિલેસેર ત્યાં નહિ રોકાતાં પોતાના દેશમાં પાછો જતો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મનાહેમે આશૂરના રાજાને એ રૂપું આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનાડ્ય માણસ પાસેથી પચાસ પચાસ શેકેલ રૂપું જોરજુલમથી કઢાવ્યું. એ પછી આશૂરનો રાજા પાછો ફર્યો, ને તે દેશમાં થોભ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પૈસા મેળવવા માટે મનાહેમે ધનવાન લોકો પર કર નાખ્યો, દરેક પાસેથી 50 શેકેલ ચાંદી તેથી આશ્શૂરનો રાજા દેશમાં ન રહેતાં પાછો ચાલ્યો ગયો.