2 Kings 15:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલાના દીકરા હોશિયાએ રમાલ્યાના દીકરા પેકાહ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. તેના પર હુમલો કરીને તેને મારી નાખ્યો. ઉઝિયાના દીકરા યોથામના વીસમા વર્ષે તેની જગ્યાએ તે રાજા બન્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉઝિયાના પુત્ર એટલે યહૂદિયાના રાજા યોથામના અમલના વીસમા વર્ષમાં એલાના પુત્ર હોશિયાએ પેક્હ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખ્યો અને તેના પછી રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉઝિયાના દીકરા યોથામને વીસમે વર્ષે એલાના દીકરા હોશિયાએ રમાલ્યાના દીકરા પેકાહ સામે બંડ કર્યું, ને તેને મારીને મારી નાખ્યો, ને પોતે તેને સ્થાને રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના રાજા ઉઝિઝયાના પુત્ર યોથામના શાસનના વીસમે વર્ષે એલાહના પુત્ર હોશિયાએ રમાલ્યાના પુત્ર પેકાહ વિરૂદ્ધ કાવત્રું કરી, તેને મારી નાખ્યો અને પોતે રાજા બન્યો.