2 Kings 15:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઉચ્ચસ્થાનો હજી દૂર કરવામાં આવ્યાં ન હતાં. લોકો હજી ત્યાં યજ્ઞો કરતા અને ધૂપ બાળતા હતા. યહોવાહના સભાસ્થાનનો ઉપરનો દરવાજો યોથામે બાંધ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું હતું. પ્રભુના મંદિરનો ઉત્તર દરવાજો યોથામે બંધાવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા. યહોવાના મંદિરનો ઉપલો દરવાજો તેણે બાંધ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ અગત્યની જગ્યાના થાનકોને હજી દૂર કરવામાં આવ્યાં નહોતાં, અને લોકો હજી ત્યાં બલિદાનો અર્પણ કરતાં હતાં અને ધૂપ બાળતા હતાં. (તે એ વ્યકિત હતો જેણે યહોવાના મંદિરનો ઉપરનો દરવાજો બંધાવ્યો હતો.)