2 Kings 16:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દમસ્કસથી આહાઝે જે રૂપરેખા મોકલી હતી તે પ્રમાણે યાજક ઉરિયાએ વેદી બાંધી. આહાઝ રાજા દમસ્કસથી પાછો ફર્યો ત્યાં સુધીમાં તેણે તે કામ પૂરું કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાઝે દમાસ્ક્સથી મોકલેલી પ્રતિકૃતિ જેવી જ વેદી ઉરિયાએ બનાવી અને આહાઝ આવ્યો તે પહેલાં તેનું કામ પૂરું કર્યું!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આહાઝ રાજાએ જે બધું દમસ્કસમાંથી મોકલ્યું હતું તે પ્રમાણે ઊરિયા યાજકે વેદી બાંધી. દમસ્કસથી આહાઝ રાજાના આવતાં સુધીમાં ઊરિયા યાજકે તે કામ પૂરું કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દમસ્કથી આહાઝે મોકલેલી રૂપરેખા પ્રમાણે યાજક ઊરિયાએ યરૂશાલેમમાં એક વેદી બંધાવી. આહાઝ દમસ્કથી પાછો ફરે તે પહેલાં તેણે વેદી તૈયાર કરાવી દીધી.