2 Kings 16:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે વેદી પર પોતાના દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં, પોતાનું પેયાર્પણ રેડ્યું અને પોતાના શાંત્યર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેણે તેના પર પ્રાણીનાં દહનબલિ અને ધાન્યાર્પણ ચડાવ્યાં અને તે પર દ્રાક્ષાસવનું પેયાર્પણ અને સંગતબલિનું રક્ત રેડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે વેદી પર પોતાના દહનીયાર્પણનો તથા પોતાના ખાદ્યાર્પણનો હોમ કર્યો, ને પોતાનું પેયાર્પણ રેડ્યું, ને પોતાનાં શાંત્યર્પણનું રક્ત તે વેદી પર છાંટ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પોતાના તરફથી દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ચડાવ્યાં અને પોતે ચડાવેલાં શાંત્યર્પણનાં પશુઓનું લોહી વેદી પર છાંટયું.