2 Kings 16:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહાઝ રાજાએ જળગાડીઓની તકતીઓ કાપી નાખી, તેમાંથી કૂંડીઓ લઈ લીધી, હોજને પિત્તળના બળદો પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાઝ રાજાએ પ્રભુના મંદિરમાં વપરાતી તાંબાની જળગાડીઓ એકબાજુ હટાવી દીધી અને તેમના પરથી જળકુંડીઓ ઉઠાવી લીધી. તાંબાના બાર બળદોની પીઠ પરથી તાંબાનો જળકુંડ પણ લઈ લીધો, અને તેને પથ્થરના ઓટલા પર મૂક્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આહાઝ રાજાએ જળગાડીઓની તખતીઓ કાપી નાખી. ને તે પરનાં કૂંડા લઇ લીધાં. અને સમુદ્રને પિત્તળના ગોધા પરથી ઉતારીને પથ્થરના ઓટલા પર મૂક્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા આહાઝે ખસતી ઘોડીઓની આડી પાટડીઓ કાઢી નાખી, અને તેમાથી કૂંડીઓ હટાવી દીધી, અને કાંસાના બળદો પર જ્યાં તેમને રાખી હતી ત્યાંથી ઉપાડીને પથ્થરની ઘોડી પર મૂકી દીધી.