2 Kings 17:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ જે લોકોને દેશમાંથી હાંકી કાઢયા હતા તેમની રીતરસમોને અનુસરીને તેમણે પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો. પોતાનાં સર્વ ભૂંડાં કામોથી તેમણે પ્રભુને રોષ ચઢાવ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી, તેઓની જેમ ત્યાં તેઓ સર્વ ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળતા હતા, ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચઢાવતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યહોવાએ જેમને હાંકી કાઢયા હતાં, તે લોકોની જેમ ઉચ્ચસ્થાનકો પર દહનાર્પણ અને આહવાહન કરવા લાગ્યા.તેમની આ વર્તણૂકથી યહોવાનો રોષ ભભૂકી ઊઠયો.