2 Kings 17:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોવાહે ઇઝરાયલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ સર્વ ઇઝરાયલીઓનો ત્યાગ કર્યો અને તેમને શિક્ષા કરી તેમને તેમના ક્રૂર શત્રુઓના હાથમાં સોંપી દીધા અને અંતે તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ ઇઝરાયલનાં સર્વ સંતાનોનો ત્યાગ કર્યો, તેમના પર વિપતિ લાવ્યા, ને તેમને લૂટારાઓના હાથમાં સોંપીને, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.