2 Kings 17:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તેઓએ આશૂરના રાજાને કહેવડાવ્યું કે, "જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આશ્શૂરના સમ્રાટને જાણ કરવામાં આવી કે સમરૂનમાં વસેલા લોકો એ દેશના ઈશ્વરના નિયમથી અજાણ છે અને તેથી એ દેશના ઇશ્વરે સિંહો મોકલીને તેમને મારી નાખ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેઓએ આશૂરના રાજાને એમ કહાવ્યું, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનનાં નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી, માટે તેણે તેઓ મધ્યે સિંહો મોકલ્યા છે, અને જુઓ, તેઓ તમને મારી નાખે છે, કેમ કે તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”