2 Kings 17:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવો બનાવીને તેઓ જયાં રહેતા હતા, ત્યાં સમરુનીઓએ બનાવેલા ઉચ્ચસ્થાનોમાં તેઓને મૂક્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં દરેક દેવના લોકોએ પોતપોતાની મૂર્તિઓ બનાવીને સમરૂનના મૂળ વતની ઇઝરાયલીઓએ બાંધેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં તેમની સ્થાપના કરતા રહ્યા. પ્રત્યેક પ્રજાનાં જૂથો જ્યાં વસતા હતા એ નગરોમાં તેમણે એ પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ સર્વ પ્રજાઓએ પોતપોતાના દેવો બનાવીને જે નગરોમાં તેઓ રહેતા હતા તેઓની અંદર, સમરુનીઓએ બનાવેલાં ઉચ્ચસ્થાનોનાં મંદિરોમાં તેમની પ્રતિષ્ઠા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ.