2 Kings 17:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આજ દિવસ સુધી તે લોકો આ જ રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાહનું ભય રાખતા નથી, કે તેઓ પોતાના વિધિઓ, હુકમો, નિયમ તથા આજ્ઞાઓ યહોવાહે યાકૂબના લોકોને આપ્યાં તે પ્રમાણે તેઓ વર્તતા નથી. જેનું નામ તેમણે ઇઝરાયલ પાડ્યું તે પ્રમાણે તેઓ વર્તતા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આજ દિન સુધી તેઓ તેમના રીતરિવાજો પાળતા રહ્યા છે. તેઓ પ્રભુની ઉપાસના કરતા નથી અને યાકોબ, જેમનું નામ પ્રભુએ ઇઝરાયલ પાડયું હતું તેમના વંશજોને તેમણે આપેલા ફરમાનો અને આદેશો તેઓ પાળતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આજ દિવસ સુધી તેઓ આગળની રીત પ્રમાણે કરે છે: તેઓ યહોવાની બીક રાખતા નથી, તેમ જ પોતાના વિધિઓ પ્રમાણે, પોતાની રીત પ્રમાણે, ને જે નિયમ તથા આજ્ઞા યહોવાએ યાકૂબ, જેનું નામ ઇઝરાયલ પાડ્યું, તેના પુત્રોને ફરમાવ્યાં હતાં, તે પ્રમાણે તેઓ વર્તતા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી.