2 Kings 17:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાના ઈશ્વર પ્રભુને નાપસંદ એવાં કામો ઇઝરાયલીઓએ ગુપ્ત રીતે કર્યાં. તેમણે જ્યાં માત્ર ચોકીનો બુરજ હોય એવા નાના ગામડાથી માંડી કિલ્લેબંદીવાળાં મોટાં નગર સુધી સર્વ સ્થળોમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે સારાં નહિ એવા કામ ઇઝરાયલી લોકોએ ગુપ્ત રીતે પોતાના ઇશ્વર યહોવા વિરુદ્ધ કર્યાં હતાં; અને પોતાનાં સર્વ નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી, તેઓએ પોતાના માટે ઉચ્ચસ્થાનો બાંધ્યાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા દેવની દ્રષ્ટિએ અયોગ્ય હતું તેવું આચરણ ઇસ્રાએલીઓએ ગુપ્ત રીતે કર્યુ. તેઓએ તેમના બધાં શહેરોમાં, નિરીક્ષણ બુરજથી માંડીને કિલ્લેબંધ નગરોમાં ઉચ્ચસ્થાનકો બાંધ્યાં.