2 Kings 18:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમરૂનનું પતન થયું; કારણ, ઇઝરાયલીઓ તેમના ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ, પણ તેમણે તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો અને પ્રભુના સેવક મોશેએ આપેલી સર્વ આજ્ઞાઓનો અનાદર કર્યો; એટલે, તેમણે તેમનું સાંભળ્યું નહિ અને આધીન પણ થયા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે તેઓએ પોતાના ઈશ્વર યહોવાની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું. એટલે યહોવાના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તેનું ઉલ્લંઘન કર્યું, ને તેને કાન દીધો નહિ તથા તે પ્રમાણે કર્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ થવાનું કારણ એ હતું કે તેઓ પોતાના દેવ યહોવાની આજ્ઞા માનતા નહોતા અને યહોવાના કરારનો તેમજ યહોવાના સેવક મૂસાએ જણાવેલી એકેએક આજ્ઞાઓનો ભંગ કરતા હતા. તેઓએ પોતાના યહોવા દેવની વાણી સાંભળી નહિ અને તેમની ઇચ્છા મુજબ ચાલ્યા નહિ.