2 Kings 18:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિઝકિયા રાજાના ચૌદમા વર્ષે આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના બધાં કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયા રાજાના અમલના ચૌદમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ સાન્હેરિબે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો પર ચઢાઈ કરી તેમને જીતી લીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે હિઝકિયા રાજાની કારકીર્દીના ચૌદમાં વર્ષે આશૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના સર્વ કોટવાળા નગર પર સવારી કરીને તે સર કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિઝિક્યાના અમલના 4માં વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો પર ચડાઈ કરીને તે કબજે કરી લીધાં.