2 Kings 18:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો તમે એવું કહો કે, 'અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,' તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, 'તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તમે મને કહેશો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ.’ તો શું, તે એ જ દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે, ને યહૂદિયાને તથા યરુશાલમને ફરમાવ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કદાચ તમે એવું કહો, “અમને મુશ્કેલીઓ અને પીડામાંથી બચાવવા માટે અમે યહોવા પર વિશ્વાસ રાખીએ છીએ,” તો શું એ તમે નહોતા કે જેણે, ઉચ્ચસ્થાનો, જ્યાં યહોવાને યજ્ઞો કરાતાં હતાં તેનો નાશ કર્યો? અને એ તમે નહોતા કે, જેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું હતું કે, “તેઓએ ફકત યરૂશાલેમમાં પૂજા કરવી જોઇએ?