2 Kings 18:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હવે, કૃપા કરી મારા માલિક આશૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારી સાથે સમ્રાટ એટલે મારા માલિકને નામે વાટાઘાટ કરીશ. જો તને બે હજાર ઘોડેસ્વારો મળી આવે તો હું તને તેટલા ઘોડા આપીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે કૃપા કરીને મારા ધણી આશૂરના રાજા સાથે તું શરત માર; એટલે કે જો તું તારા તરફથી સવારી કરનારા પૂરા પાડી શકે તો હું તને બે હજાર ઘોડા આપું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘તેથી હવે હું તમને કહું છું, મારા ધણી આશ્શૂરના રાજા સાથે સોદો કરી શકે તેવા 2,000 સૈનિકો તમારી પાસે હોય તો હું તમને 2,000 ઘોડા આપવા તૈયાર છું.