2 Kings 18:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિલ્કિયાના દીકરા એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, "કૃપા કરીને તારા સેવકોની સાથે અરામીભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી હિલકિયાના પુત્ર એલિયાકીમ, શેબ્ના અને યોઆહે પેલા અમલદારને કહ્યું, “સાહેબ, અમારી સાથે અરામી ભાષામાં વાત કરો. અમે તે સમજીએ છીએ. હિબ્રૂ ભાષામાં બોલશો નહિ; કારણ, કોટ પર ઊભેલા બધા લોકો સાંભળે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ તથા યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને આ તમારા સેવકો સાથે અરામી ભાષામાં બોલો; કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો [બેઠેલા] છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલશો નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે સેનાપતિઓને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીભાષામાં બોલો, અમે એ ભાષા સમજીએ છીએ. અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો. કારણ કે બધા લોકો જેઓ દિવાલ પર છે તેઓ સમજી જશે કે તમે શું કહી રહ્યાં છો!”