2 Kings 18:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ રાબશાકેહે તેઓને કહ્યું, "શું મારા માલિકે આ વાતો તારા માલિકને અને તને કહેવા માટે મોકલ્યા છે? જેઓ આ દીવાલ પર બેઠેલા છે, જેઓ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાને તથા મૂત્ર પીવા નિર્માણ થયેલા છે તેઓને કહેવાને મને મોકલ્યો નથી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે જવાબ આપ્યો, “શું તમે એમ માનો છો કે સમ્રાટે મને માત્ર તમને કે રાજાને જ આ બધું કહેવા મોકલ્યો છે? ના, હું તો કોટ પર બેઠેલા લોકોને ઉદ્દેશીને બોલું છું અને તમારી જેમ તેમણે પણ પોતાના મળમૂત્ર ખાવાપીવાં પડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે રાબશાકેહે તેઓને કહ્યું, “શું મારા ધણીએ એ વચનો ફક્ત તારા ધણીને તથા તમને કહેવા માટે મોકલ્યો છે? જે માણસો કોટ પર બેઠેલા છે, અને જેઓ તમારી સાથે પોતાની વિષ્ઠા ખાવાને ને પોતાનું મૂત્ર પીવાને નીર્માણ થયેલા છે, તેઓને કહેવાને માટે મને મોકલ્યો નથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ સેનાપતિએ કહ્યું, “શું અમારા રાજાએ મને તમારી સાથે અને તમારા રાજાની સાથે જ વાત કરવા મોકલ્યો છે? તેણે મને આ કોટ પરના લોકોને પણ કહેવા મોકલ્યો છે. કારણ કે તેમણે પણ તમારી જેમ પોતાનાં મળમૂતર પર જીવવું પડશે.”