2 Kings 18:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"યહોવાહ નિશ્ચે આપણને બચાવશે, આ નગર આશૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે એવું કહીને હિઝકિયા તમારી પાસે યહોવાહ પર ભરોસો રખાવે નહિ."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ જરૂર આપણને બચાવશે અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાં પડવા દેશે નહિ એમ કહીને હિઝકિયા તમને ભરમાવે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ‘યહોવા આપણને નિશ્ચે છોડાવશે, ને આ નગર આશૂરના રાજાના હાથમાં આપવામાં નહિ આવે, ’ એમ કહીને હિઝકિય તમારી પાસે યહોવા પર [ખોટો] ભરોસો ન રખાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિઝિક્યાને અનુમતિ ન આપશો કે, તે તમને યહોવા પર આધાર એમ કહીને રખાવે, ‘યહોવા ચોક્કસપણે આપણને બચાવશે અને આ નગરનું આશ્શૂરના રાજાના હાથે પતન નહિ થાય.’