2 Kings 18:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશૂરનો રાજા એમ કહે છે કે, હિઝકિયાનું સાંભળશો નહિ, 'મારી સાથે સુલેહ કરીને મારી પાસે આવો. ત્યારે તમે દરેક પોતાની દ્રાક્ષાવાડીમાંથી અને પોતાના અંજીરના વૃક્ષ પરથી ફળ ખાશો, તમારા પોતાના કૂવાનું પાણી પીશો, હું આવીને તમને ત્યાં લઈ જાઉ નહિ
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારે હિઝકિયાનું સાંભળવું નહિ; કેમ કે આશૂરનો રાજા કહે છે કે, મારી સાથે સલાહ કરીને મારે શરણે આવો. અને જ્યાં સુધી હું આવીને જે દેશ તમારા પોતાના દેશ જેવો ધાન્ય તથા દ્રક્ષારસનો, રોટલી તથા દ્રાક્ષવાડીઓનો, જૈતતેલનો તથા મધનો દેશ છે અને જ્યાં તમે જીવતા રહોને માર્યા ન જાઓ, ત્યાં તમને લઈ જઉં નહિ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે હિઝિક્યા રાજાનું ચોક્કસ સાંભળશો નહિ, કારણકે આશ્શૂરનો રાજા કહે છે કે, ‘મારી સાથે સુલેહ કરો અને મારી પાસે આવો. પછી તમે દરેક તમારા પોતાના દ્રાક્ષના વાડાના અને અંજીરના ઝાડોના ફળનો આનંદ માણશો. અને તમારા પોતાના કૂંવાનું પાણી પીશો.