2 Kings 18:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડાં કરી નાખ્યા, કેમ કે, તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ "નહુશ્તાન" પાડ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું, આ તો ફકત કાંસાનો ટૂકડો છે.