2 Kings 18:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હિઝકિયા ઇઝરાયલના યહોવાહ ઈશ્વર પર ભરોસો રાખતો હતો, માટે તેની અગાઉ કે તેના પછી થયેલા યહૂદીઓના રાજાઓમાં તેના જેવો કોઈ થયો કે થવાનો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયાએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પર ભરોસો રાખ્યો. તેની પહેલાં કે પછી યહૂદિયામાં ક્યારેય તેના જેવો રાજા બીજો કોઈ નહોતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઇઝરાયલના ઈશ્વર યહોવા પર ભરોસો રાખતો હતો; એટલે તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઇસ્રાએલના દેવ યહોવા પર વિશ્વાસ રાખ્યો હતો. તેની પેહલાં થઈ ગયેલા કે તેની પછી થયેલા યહૂદાના રાજાઓમાં કોઇ પણ તેના જેવો નહોતો.