2 Kings 19:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તું, યહૂદિયાના રાજા હિઝકિયાને કહેજે કે, 'તારા ઈશ્વર જેના પર તું ભરોસો રાખે છે તે તને એમ કહીને છેતરે નહિ કે, "યરુશાલેમ આશૂરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં તેણે આ પ્રમાણે જણાવ્યું, “જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તેણે તને એવું કહ્યું છે કે યરુશાલેમ મારા હાથમાં પડશે નહિ, તો પણ એથી ભરમાઈશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“યહૂદિયાના રાજા હિઝકિયાને તમે એવું કહેજો કે, તારો દેવ જેના પર તું ભરોસો રાખે છે તે તને એવું કહીને ન ફસાવે કે યરુશાલેમ આશુરના રાજાના હાથમાં આપવામાં આવશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે, ‘તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે,યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.