2 Kings 19:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના વિષે યહોવાહ જે વચન બોલ્યા છે તે આ છે: "સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે. યરુશાલેમની દીકરીએ તારા તરફ પોતાનું માથું ધુણાવ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ આમ જણાવ્યું છે: “હે સાન્હેરિબ, સિયોનની કુમારિકા તારો તુચ્છકાર કરે છે, તે અટ્ટહાસ્ય કરીને તારો તિરસ્કાર કરે છે; તું પીછેહઠ કરી રહ્યો છે ત્યારે યરુશાલેમની પુત્રી માથું હલાવીને તારી ઠેકડી ઉડાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના વિષે જે વચન યહોવા બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, તિરસ્કારસહિત તારી હાંસી કરી છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે: ‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે, તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે; યરૂશાલેમની પુત્રીએ તારા તરફ પોતાનું ડોકું ધુણાવ્યું છે.