2 Kings 19:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ત્યાંના રહેવાસીઓ શક્તિહીન થઈ ગયા, ગભરાઈને શરમિંદા થઈ ગયા: તેઓ ખેતરના છોડ જેવા, લીલા ઘાસ જેવા, ધાબા પર અને ખેતરમાં ઊગી નીકળેલા, વૃદ્ધિ પામ્યા પહેલાં બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના રહેવાસીઓ નિર્બળ અને નિરાશ થઈ હાવરાબાવરા બની ગયા છે. તેઓ તે પૂર્વના ગરમ પવનથી કરમાઈ ગયેલા ખેતરમાંના ઘાસ કે ધાબા પરના ઘાસ જેવા હતા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે કારણથી જ તેમના રહેવાસીઓ અશક્ત થઈ ગયા, તેઓ ગભરાઈને બાવરા બની ગયા. તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પુખ્ત થયાં પહેલાં ચીમળાયેલા કર્ષળના જેવા થઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા, અને વગડાના છોડ જેવા, કુમળાં ઘાસ જેવા, ધાબા પર ઊગી નીકળેલાં, ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.