2 Kings 2:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિશાએ તે જોયું, તેણે બૂમ પાડી, "ઓ મારા બાપ રે, ઓ મારા બાપ રે! ઇઝરાયલના રથો અને તેમના ઘોડેસવારો!" પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડાં કરી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દૃશ્ય જોઈને, એલિશા બૂમ પાડી ઊઠયો, “બાપ રે બાપ, ઇઝરાયલના રથો અને તેમના સવારો!” પછી તેણે એલિયાને કદી જોયો નહિ. એલિશાએ દુ:ખમાં ને દુ:ખમાં પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ભાગ કરી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલિશાએ તે જોયું, ને તેણે બૂમ પાડી, “મારા બાપ રે, મારા બાપ રે; ઇઝરાયલના રથો તથા તેમના સવારો!” ત્યાર પછી એલિશાએ એલિયાને જોયો નહિ. અને એલિશાએ પોતાનાં વસ્ત્ર પકડીને તે ફાડીને બે ટુકડા કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિશાએ તે જોયું, અને તે બોલી ઊઠયો, “ઓ માંરા બાપ! બાપ રે બાપ! તમે તો ઇસ્રાએલનો રથ અને તેના ઘોડેસવાર છો!” પછી એલિયા તેને દેખાતો બંધ થઈ ગયો ત્યારે એલિશાએ પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ટુકડા કરી નાખ્યા.