2 Kings 2:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ એલિશાને કહ્યું, "હવે જો, તારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. અમને જવા દે, કે અમે જઈને તારા ગુરુની શોધ કરીને જોઈએ, કદાચ ઈશ્વરના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે ખીણમાં રાખ્યો હોય." એલિશાએ કહ્યું, "ના, તેઓને મોકલશો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું, “અમે અહીં પચાસ બળવાન પુરુષો છીએ. અમે જઈને તમારા ગુરુની શોધ કરીએ. કદાચ પ્રભુના આત્માએ તેમને ઊંચકી જઈને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં મૂકી દીધા હશે.” એલિશાએ જવાબ આપ્યો, “ના, તમારે જવાની જરૂર નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને કહ્યું, “હવે જુઓ, તમારા દાસોની સાથે પચાસ મજબૂત માણસો છે. કૃપા કરીને તેઓને જઈને તમારા ગુરુની શોધ કરવા દો, કદાચ યહોવાના આત્માએ એલિયાને ઉઠાવીને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં નાખ્યા હોય.” તેણે કહ્યું, “તમે [કોઈને] મોકલશો નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ એલિશાને કહ્યું, “ધણી, તમે અમને માંત્ર આજ્ઞા કરો એટલે શકિતશાળી એવા અમાંરા પચાસ માંણસો જશે અને તમાંરા ધણીની શોધ કરશે, કદાચ યહોવાએ તેને લઇને કોઇ પર્વત પર અથવા ખીણમાં ફેંકી દીધો હોય.” પણ એલિશાએ તેઓને ના પાડી.