2 Kings 2:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, "હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિશા યરીખોથી બેથેલ ઉપડયો, તો રસ્તે જતાં નગરમાંથી છોકરાઓએ નીકળી આવી તેની મજાક ઉડાવી. તેમણે બૂમો પાડી, “ઓ ટાલિયા, ચાલ્યો જા! ઓ ટાલિયા, ચાલ્યો જા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તે ત્યાંથી બેથેલ જવા નીકળ્યો, અને તે માર્ગે ચાલતો હતો તેવામાં નાના છોકરાએ નગરમાંથી બહાર નીકળીને તેની મશ્કરી કરીને તેને કહ્યું, “હે તાલવાળા, આગળ ચાલ; હે તાલવાળા, આગળ ચાલ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાંથી તે બેથેલ જવા નીકળ્યો; અને તે રસ્તે થઈ જતો હતો એવામાં શહેરમાંથી કેટલાંક નાનાં બાળકો આવીને તેમની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યાં, તેઓ બૂમ પાડવા લાગ્યાં, “હે, ટાલિયા, આગળ જા.”