2 Kings 2:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને તેને વીંટાળીને પાણી પર અફાળ્યો; પાણીના બે ભાગ થઈ ગયા અને તે તથા એલિશા નદીમાં થઇને કોરે પગે સામે તટે પહોંચી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલિયાએ પોતાનો ઝબ્બો લઈને તેને વીંટાળીને તેને પાણી પર અફાળ્યો, એથી તેના આમતેમ બે ભાગ થઈ ગયા, એટલે તેઓ કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિયાએ પોતાનો ઝભ્ભો લઈ તેનો વીંટો વાળી તેના વડે પાણી પર પ્રહાર કર્યો અને તે સાથે નદીનું પાણી જમણી અને ડાબી બાજુ વહેંચાઈ ગયું અને તેઓ પલળ્યાં વગર નદી ઓળંગી ગયા.