2 Kings 20:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, "યહોવાહ કહે છે, 'તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આમ કહે છે કે, ’તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે, ને જીવશે નહિ.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સમય દરમ્યાન રાજા હિઝિક્યા મરણતોલ માંદગીમાં સપડાયો, ત્યારે આમોસના પુત્ર યશાયા પ્રબોધકે તેની મુલાકાતમાં રાજાને કહ્યું, “આ યહોવાનાં વચન છે, ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા જે કરવી હોય તે કરી લે, મરણની તૈયારી કર, હવે તું સાજો થવાનો નથી.’”