2 Kings 20:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે બાબિલના રાજા બાલાદાનના દીકરા બરોદાખ-બાલાદાને સંદેશાવાહકો સાથે હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યાં, કેમ કે તેણે સાંભળ્યું હતું કે, હિઝકિયા માંદો પડ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ અરસામાં બેબિલોનના રાજા એટલે બાલાદાનના પુત્ર બરોદાખ- બાલાદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા બીમાર છે. તેથી તેણે તેના પર પત્ર લખ્યો અને ભેટ મોકલી આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સમયે બાલાદાનના દીકરા બાબિલના રાજા બરોદાખ-બાલાદાને હિઝકિયા પર પત્રો તથા ભેટ મોકલ્યા; કેમ કે તેણે સાંભળ્યું હતું, “હિઝકિયા માદો પડ્યો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા.